
મદન વૈષ્ણવ-નવસારી
અન્ન, નાગરિક અને ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા પ્રચાર પ્રસાર અર્થે જાગૃતતા કાર્યક્રમ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મોગરાવાડી ખાતે અન્ન પુરવઠા નાગરિક વિભાગ ગાંધીનગરના મદદનીશ નિયામક શ્રી એસ. કે. દવેની અધ્યક્ષતા હેઠળ યોજાયો . આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તરોમાં અન્ન, નાગરિક, પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી લોકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે છે.
આ પ્રસંગે મદદનીશ નિયામક શ્રી સી કે દવેએ ઉપસ્થિત રેશનકાર્ડ ધારકો સાથે સંવાદ કરીને યોજના પ્રત્યે જાગૃતાનો તાગ મેળવ્યો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આર. સી. પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી ની યોજના, રાશન , ફોર્ટિફાઈડ ચોખા, ડબલ ફોરટીફાઈડ મીઠાં, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માય રેશન મોબાઈલ એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપ્યું હતું.
માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિષાબેન પટેલે પુરવઠા વિભાગની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કર્યા હતા. સાથે ગ્રામજનોને દરેક અન્ન પુરવઠા યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઓડિયો વીડિયોના માધ્યમ થકી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન, વન રાશન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના સહિત અન્ય યોજનાની સાફાલય ગાથા સાથે જાણકારી આપવામાં આવી હતી .
આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમિતા બેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અધ્યક્ષશ્રી બાલુભાઈ પાડવી, ચીખલી પ્રાંત અધિકારી શ્રી મનીષભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









