
ખેરગામ કન્યા શાળા વિભાગ-4માં જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
GCERT ગાંધીનગર દ્વારા આયોજિત ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન – 2022 નવસારી જિલ્લા કક્ષા નું પ્રદર્શન તા – 29-12-2022 ના રોજ અબ્રામા નવસારી ખાતે યોજવામાં આવ્યું. જેમાં કન્યા શાળા ખેરગામની બાળ વૈજ્ઞાનીક રીમાબેન રાવતારામ સુથાર અને શેલી સંજયભાઈ પટેલ ભાગ લીધો હતો અને વિજ્ઞાન શિક્ષિકો ફાલ્ગુનીબેન પટેલ અને ચાંદનીબેન પટેલ માર્ગદર્શન આપ્યુ હતુ. કૃતિ વિભાગ – 4 પરિવહન અને નાવિન્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે પસંદ થયેલ છે.જે બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બીટ કેળવણી નિરીક્ષકશ્રી તથા ખેરગામ તાલુકા પ્રાથમિક સંઘ પ્રમુખ શ્રી તથા BRC ખેરગામ તથા CRC ખેરગામ તરફથી શાળાના બાળવૈજ્ઞાનિકો અને શાળા પરિવારને અભિનનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]