KHERGAMNAVSARI

ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયો .

ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં ખેરગામ હોસ્ટેલના
ગૃહપતિ રમેશભાઈ ભોયા દ્વારા રીબીન કાપી કાર્યક્ર્મ શરુ કરવામા આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ વાનગીઓ જાતે બનાવી લાવ્યા હતાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અનેક પ્રકારની ખાણી પીણીના સ્ટોલ લાગ્યા હતાં જેમાં ઉબળિયું સમોસા ઉપમા દાબેલી ભેલ વડાપાઉં પાણીપૂરી ભજીયા છાશ ગુલાબ જાંબુ પાસ્તા ખમણ મેથી મુઠીયા મમરા જેવા સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકોએ સ્ટોલ બનાવી જાતે વેચાણ કરી જાતે સ્ટોલ નું સંચાલન કરી સાંજે પોતાના સ્ટોલના હિસાબ રજુ કર્યા હતા. બાળકોને મનોરંજન સાથે વેચાણ કરવાના કૌશલ્ય નો ખ્યાલ આવ્યો હતો ધંધો કેવી રીતે થાય તેની જાણકારી મળી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી નીતાબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન અને દિવ્યાબેન તથા શિક્ષકશ્રીઓ હાજર રહી માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button