
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
ચીખલી તાલુકાના કૂકેરી ગામ ખાતે નહેર ખાતા ની પરમિશન લીધા વગર રોડ બનાવી દેવામાં આવ્યા ની વિગત પ્રકાશ માં આવી છે. ત્યારે ગામ ના સરપંચ અને એમના સભ્યો પોતાની મન મરજીથી પંચાયત નું કામકાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. લોકવાચા મુજબ સરપંચશ્રી ના અંગત મનસુબા થી આ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. આ માર્ગ બનાવવા માટેનો ઠરાવ અગાઉના સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે નહેર ખાતા પાસેથી કે કોઈ સંભવિત ખાતા પાસેથી કોઈ પરમિશન લેવામાં આવી નથી. ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિના લાભ માટે આ માર્ગ બનાવવામાં આવ્યો છે કે પછી ગામના વિકાસ માટે આ માર્ગ બનાવવામાં આવ્યો છે અને જો ગામના વિકાસ માટે જ બનાવવામાં આવ્યો હોય તો શા માટે નહેર ખાતા ની કોઈ પરમિશન લેવામાં ના આવી આ એક વિચારવા જેવો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે. આ બાબત ની વિગત જાણવા માટે સરપંચશ્રી નો સંપર્ક કરતાં કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. જ્યારે નહેર ખાતાની પરમિશન લીધાં વગર જો આ માર્ગ બની જતો હોય તો નહેર ખાતા ના કર્મચારીઓ ને આ બાબતની જાણ નથી કે કોઈ માહિતી નથી કે અધિકારીઓ પોતાના કેબિનમાં બેસીને જ વહીવટ કરવામાં માને છે કે પછી પોતાની જવાબદારી નિભાવવામાં કોઈ રસ નથી.જ્યારે સંભવિત ખાતા પાસેથી જો મંજૂરી નહીં લેવામાં આવી હોઇ તો ખાતાકીય કાર્યવાહી આ ગ્રામ પંચાયત પર કરવામાં આવશે કે કેમ એ જોવાનું રહ્યું.
બોક્સ. ૧
આ બાબત ની વઘુ માહિતી માટે સરપંચશ્રી નો સંપર્ક કરતાં એમણે જણાવ્યું હતું કે અમારે કોઈની પરમિશન લેવાની આવતી નથી. ત્યારે સરપંચ શ્રી ને પોતાના વહીવટનું યોગ્ય જ્ઞાન નથી એમ લાગી રહ્યું છે.