
નવસારી જિલ્લાના શિક્ષકો માટે કેપેસેટી બિલ્ડીંગ વર્કશોપ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીજિલ્લા રોજગાર વિનિમય કચેરી નવસારી અને પ્રાદેશિક કચેરી સુરતના સયુંકત ઉપક્રમે નવસારી જિલ્લાની કરિયર કોર્નર શાળાના શિક્ષકો માટે સ્પીપા સબ સેન્ટર જુનાથાણા ખાતે કેપેસેટી બિલ્ડીંગ વર્કશોપ સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષકો શાળાના વિધાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ ના અભ્યાસ માટે વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતરના માર્ગો અને તકો તથા વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી..
આ પ્રસંગે સુરતના નાયબ નિયામકશ્રી (રોજગાર) શ્રી એન.આર.દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજેશ્રીબેન ટંડેલ અને એસોસિએટ પ્રોફેસર ઇન એચ.આર.એમ, યુનિવર્સીટી પ્લેસમેન્ટ અને કાઉન્સલિંગ હેડ ડો.મેહુલ ઠક્કર અને રોજગાર અધિકારી નવસારી કુ.મીનાક્ષીબહેન ચૌહાણ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી હતી .
૦૦૦૦