NANDODNARMADA

રાજપીપળાના યુવાનની અનોખી સેવા : પતંગની દોરીથી રક્ષણ માટે બાઈક ઉપર લગાવી આપે છે નિશુલ્ક તાર

રાજપીપળાના યુવાનની અનોખી સેવા : પતંગની દોરીથી રક્ષણ માટે બાઈક ઉપર લગાવી આપે છે નિશુલ્ક તાર

પતંગની દોરીથી તેમના મિત્રનું મૃત્યુ થયું હતું ત્યારે કોઈના જીવનનો દીપ બુઝાય નહિ તે માટે સેવા કાર્ય

રાજપીપળા : જુનેદ ખત્રી

આગામી ૧૪ જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વ આવતો હોય આકાશમાં પાંતગો ચકવાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે રાજપીપળાના એક વેપારી યુવાન નીરજ પટેલે ૧૦૦૦ જેટલી બાઇકો સ્કુટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા તાર લગાવી આપવાનું બીડું ઝડપાયું છે બાઈક આકાશમાં ચકતી પતંગોની દોરીથી કોઈ રાહદારી બાઇક કે સ્કૂટર લઈને જતા હોય એને ગાળામાં અથડાય વીંટળાઈ જાય અને એ ધારદાર દોરીથી ગળું કપાઈ જાય એટલે દોરીથી બચવા આ ગાર્ડ બાઈક ચાલકનું રક્ષણ કરે છે ત્યારે યુવાનની દુકાન બહાર મફતમાં કોઇ પણ ચાર્જ લીધા વગર અને મફતમાં આ ગાર્ડ લગાવવા નીરજ પટેલની દુકાને લાંબી લાઈનો લાગી હતી.

આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે મારો એક બેસ્ટ ફ્રેડ પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ થયું હતું જેનું આજે પણ દુખ થાય છે.અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે બરોડામાં એક યુવાનનું આ પતંગની દોરીથી ગળું કપાઈ ગયું અને મૃત્યુ નીપજ્યું એટલે આવા તારના ગર્ડ્સ થી રક્ષણ સારું મળે છે જે મેં જાતે લગાવી જોયું લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતાં પહેલાથી પ્રોફેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવામાં આવે.ત્યારે એક જાગૃતિ આવે અને મને પણ એક સંતોષ થાય કે મેં લોકો ના સ્નેહી જન મિત્ર નો જીવ બચ્યો એટલે ૧૦૦૦ ગાર્ડ લગાવવાનો ટાર્ગેટ છે હું જાતે પણ લગાવી રહ્યો છે અને આમ બે દિવસમાં ૭૦૦ જેટલા ગાર્ડ લગાવી દીધા છે

[wptube id="1252022"]
Back to top button