
સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની તાલીમાર્થી ઝોન કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવી
રાજપીપલા : જુનેદ ખત્રી
તાજેતરમાં શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ આયોજિત મધ્ય ગુજરાત ઝોન કક્ષાનો રમતોત્સવ યોજાઇ ગયો. આ રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની પ્રથમ વર્ષની તાલીમાર્થી વસાવા ભૂમિકા એન. એ યોગાસન વિભાગમાં સમગ્ર ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી પરિવારનું તેમજ પીટીસી કોલેજનું નામ ઉજ્જવળ કર્યું છે. આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય સી.વી. વસાવાએ વસાવા ભૂમિકાબેને ને અભિનંદન આપેલા. આગામી સમયમાં ભૂમિકાબેન રાજ્ય કક્ષાએ મધ્ય ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે અને તેમાં પણ તેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે તેઓને શુભકામના આપેલ. ઝોન કક્ષાની આ રમતમાં કોલેજની ખો ખો વિભાગની ટિમ પણ રનર્સ અપ થયેલ. આ રમતોત્સવમાં મધ્ય ગુજરાતની ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો