
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓની ગાડીના કાંચ તોડી ચોરો હાથ સાફ કરી ગયા
પાર્કિંગ માં મુકેલ બે કાર ના કાંચ તોડી ચોરોએ હાથ સાફ કર્યો : ૭ હજાર રોકડા બેંક ક્રેડિટ કાર્ડ અને દસ્તાવેજ ચોરાયા
રાજપીપલા: જુનેદ ખત્રી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે પાર્કિંગમાં મુકેલ ગાડીમાંથી કાચ તોડીને ચોરો હાથ સાફ કરી ગયા હતા ત્યારે પ્રવાસીઓની કારમાં રહેલો સામાનની ચોરી થતા માલ સામાનની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા અને મહારાષ્ટ્રથી આવેલ પ્રવાસીઓની કાર નં. GJ 06 PF 8101 અને MH 47 BF 9819 કાર પાર્કિંગ નંબર 2 માં મૂકી પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા તે દરમિયાન અજાણ્યા ચોરી સમો ડ્રાઇવર સાઈડનો કાચ તોડી અંદર મુકેલ ખીસ્સામા રાખવાનુ પર્સ જેમા રોકડા રૂ.૭૧૫૦/- તેમજ ICICI તેમજ SBI ના એ.ટી.એમ કાર્ડ તેમજ પાન કાર્ડ તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ બીજા અગત્યના દસ્તાવેજો તેમજ બીજી ગાડીમાથી એક બેગ અને બીજી બે નાની બેગો હતી જેમા સરસામાન તેમજ કપડા તેમજ એક લેડીઝ પર્સ જેમા અગત્યના દસ્તાવેજોની ચોરી કરી લઇ ગયા હતા ત્યારે આ બાબતે કેવડીયા પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ ની કારમાંથી ચોરી થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ આવા ચોર તત્વોને પકડી કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે