
છેલ્લા બે વર્ષથી ગુમ થનાર કિશોરને ભાવનગરના પાલીતાણા ખાતેથી શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા
કિશોર શાળાએ ગયો હતો અને ઘરે પરત નહિ ફરતા તેના પિતાએ દેડીયાપાડા પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવી હતી
રાજપીપલા: જુનેદ ખત્રી
જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. દ્વારા નર્મદા જીલ્લાના ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા કેસ ડાયરીઓનો અભ્યાસ કરતા હોય અને શકદારોની પુછપરછ કરતાં તેમજ ખાનગી બાતમીદાર મારફતે તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આઘારે તપાસમાં હતા દરમ્યાન માહીતી મળેલ કે, ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં એક કિશોર સ્કુલે ગયેલ અને પરત ઘરે આવેલ ન હતો અને છેલ્લા બે વર્ષથી ગુમ થયેલ હતો જે કિશોરને ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમને ભાવનગર જીલ્લા ખાતે મોકલી પાલીતાણા ખાતેથી સદર ગુમ થયેલ કિશોરને શોધી કાઢી તેમના પિતા ગવાલીયાભાઇને સોંપી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવી