NARMADASAGBARA

બુટલેગરની નવી ટ્રિક : ટી.સી. જેવી પતરાની પેટીઓમાં દારૂની હેરાફેરી કરતા હતા : સાગબારા પોલીસે ઝડપી પાડ્યો દારૂનો મોટો જથ્થો

બુટલેગરની નવી ટ્રિક : ટી.સી. જેવી પતરાની પેટીઓમાં દારૂની હેરાફેરી કરતા હતા : સાગબારા પોલીસે ઝડપી પાડ્યો દારૂનો મોટો જથ્થો

સાગબારા પોલીસે ૦૬ લાખનો દારૂ સહિત ૧૩.૫૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો

રાજપીપળા: જુનેદ ખત્રી

બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો આજમાવતા હોય છે સાગબારા પોલીસે મહારાષ્ટ્ર થી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો છે જેમાં બુટલેગર દ્વારા તદ્દન નવી તરકીબ અપનાવવામાં આવી છે જેમાં ઇલેક્ટ્રીક ટી સી જેવા પતરાના બોક્સ બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી ત્યારે બુટલેગરની નવી તરકીબને સાગબારા પોલીસે નાકામ કરી છે અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની અટકાયત કરી છે

આઇસર ટેમ્પો નંબર GJ 01 JT 7228 માં ટી.સી. જેવા દેખાવવાળી લોખંડ પતરાની પેટીઓની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ બીયર ટીન નંગ-૨૦૮૮ કિમત રૂપીયા-૭,૧૭,૬૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન ટી.સી. જેવા દેખાવવાળી લોખંડની પેટીઓ નગ-૧૬ કિંમત રૂપીયા-૩૨,૦૦૦/- તથા આઇસર ટેમ્પો નંબર રૂપીયા- ૬,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૩,૫૪,૬૦૦/- સાથે બે આરોપીઓ (૧) અનવર સલીમ ખાન (૨) રીહાન સલીમ ખાન ને પકડી પાડેલ તેમજ વોન્ટેડ આરોપી (૧) હરીશભાઇ પટેલ વિરૂદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી પ્રોહીબીશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button