NANDODNARMADA

નાંદોદ તાલુકાના ઉમરવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી મહિલાની સાડીથી ફાંસો આપી હત્યા

નાંદોદ તાલુકાના ઉમરવા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી મહિલાની સાડીથી ફાંસો આપી હત્યા

બકરા ચરાવવા ગયેલી મહિલા ઘરે પરત ના ફરતા શોધખોળ કરતા મૃતદેહ મળી આવતા ચકચાર મચી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામની સીમમાંથી એક મહિલાની હત્યાકરી ખેતરમા ફેંકી દેવાયેલ લાશ મળી આવતા પોલીસે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો માથી મળતી માહિતી અનુસાર રાજુભાઇ શાંતીલાલભાઇ વસાવા રહે.ઝરોઇ તા.ઝઘડીયા જી. ભરૂચ,નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેની માતા સુમિત્રાબેન શાંતીલાલભાઇ વસાવા ઉ.વ.આ.૫૫ રહે.ઝરોઇ તા,ઝઘડીયા જી. ભરૂચ નાઓ બકરા ચરાવવા માટે ઉંમરવા ગામની સીમ તરફ ગયેલા અને બકરા બપોરના બે એક વાગ્યાના અરસામાં આવી ગયેલા પરંતુ ઘણો સમય થતાં માતા ઘરે આવેલ ન હોય પરીવાર જનો ચિંતા મા મુકાયા હતા અને બધા એ મળી તેને શોધવા નીકળ્યા હતા, ત્યારે ગામના શૈલેશભાઇને ફોન કરતા તેમણે જણાવેલ કે, અમો ઉંમરવા ગામની સીમમા છીએ તો તે પણ ઉંમરવા ગામની સીમમાં આવે ત્યારબાદ ત્યાં શોધખોળ કરતા રાતના આઠેક વાગ્યાના અરસામાં ઉમરવા ગામની સીમમાં આવેલ ચીંતનભાઇ અરૂણભાઇ પટેલના શેરડીવાળા ખેતરમાં સુમિત્રાબેન મૃત હાલતમાં પડેલા મળી આવ્યા હતા, જ્યાં મહીલા ના ગળા માં શાડીનો ટુંપો પણ બાંધેલો હતો, જેથી આ મહિલા ની હત્યા કરી લાશ ફેંકી દેવાયેલ હોવાનું પ્રથમ દૃષ્ટિ એજ લાગી રહ્યું હતું.

સુમિત્રાબેન ની હત્યા કોણે કરી એ હજુ જાણી શકાયું નથી ત્યારે આમલેથા પોલીસે મૃતદેહ નું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button