
નર્મદા
વાત્સલ્યમ સમાચાર
અનીશ ખાન બલુચી
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે “આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ-૨૦૨૩” ની ભવ્ય ઉજવણી
વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં
દેશ-વિદેશના પતંગબાજો નું આકર્ષણ.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આજે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ની ઉજવણી.
વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગરના સહયોગથી કરવામા આવી . આ પતંગોઉત્સવમાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજો લોકસભા સાંસદ મનસુખ ભાઈ વસાવા. નાંદોદ ના ધારાસભ્ય ડૉ. દર્સના બેન દેશમુખ. નર્મદા જિલ્લા પ્રમુખ ઘમસ્યામ ભાઈ પટેલ. સહીત વિવિધ આગેવાનો હાજર રહી પતંગ ઉત્સવ મા ભાગ લીધો. વિદેશીઓ એ અનેરું આકર્ષણ જમાવ્યું હિન્દી ગીતો ની ધૂન પર મનમૂકી નાચીયા.
વર્ષ-૨૦૨૩ માં જી-૨૦ નું ભારત દેશ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે આ વખતે જી-૨૦ ની થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ માં વિવિધ ૧૬ થી વધુ દેશોમાંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મળી કુલ-૮૬ કરતા પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવીયા.ભારત દેશ પ્રથમ વાર જી-૨૦ની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ મહોત્સવ થકી વિશ્વને એકતાનો સંદેશો પાઠવવા સક્ષમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-૧ ખાતે વિશ્વકક્ષાનો આ પતંગમહોત્સવ નર્મદા જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન છે.