
વ્યજખોરીના દૂષણ સામે પોલીસ અધીક્ષકે કરેલ લોક જાગૃતિ બાદ : રાજપીપળા પોલીસ મથકમાં એક ઈસમ વિરુધ ગુનો દાખલ
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબે એ યોજેલા લોક દરબાર બાદ વ્યાજ ખોરીનો ભોગ બનતા ઈસમો પોલીસની વ્હારે
ફરિયાદીએ એક લાખ રૂપિયા વ્યાજે લીધા જેના બદલે ૪.૮૪ લાખ ચૂકવ્યા હોવાની ફરિયાદ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ રાજપીપળા ખાતે લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોના ત્રાસ માંથી મુક્તિ કરવાની પહેલ કરી હતી જેના પગલે રાજપીપલાના એક ઈસમે વાવડી ગામના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાયબ પોલીસ અધિક્ષક મયુરસિહ રાજપૂતનાં માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી એ ફરિયાદીની ફરિયાદ મુજબ વાવડીનાં ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે
ફરીયાદી એ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ આરોપી દિનેશભાઈ કનુભાઈ પંચાલ રહે વાવડી તા.નાદોદ જી.નર્મદાનાં ઓ પાસે ટુકડે ટુકડે રૂ. ૦૧ લાખ લીધા હતા જેની સામે આરોપીએ તા. ૦૮/૦૪/૨૦૧૮ થી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન મુદ્દલ રકમનું માસિક ૧૦ ટકાના ઉચા વ્યાજદરે રૂ.૪,૮૪,૫૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ ચોર્યાસી હજાર પુરા) ની વસુલાત કરી છે ઉપરાંત રૂપિયા એક લાખ ફરીયાદીને આપેલ હોવા છતા રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર હજાર) આપેલાનુ અને ફરીયાદી પાસેની ચાઇનીઝ લારી રકમ પેટે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર પર કરાવી તેમજ સીક્યુરીટી માટે ફરીયાદીના ખાતાના સહી સાથેના બંધન બેંકના કોરા ચેક નંગ- ૦૩ જે પૈકીનો ચેક નંબર- ૦૦૦૦૦૨ માં રૂ. ૧,૫૦,૦૦૦/-(એક લાખ પચાસ હજાર પુરા) રકમ ભરી ચેક બાઉન્સ કરાવી તા.૦૨/૧૨/૨૦૨૨ના રોજ ફરીયાદીને ખોટી નોટીસ મોકલી તા.૦૯/૧૨/૨૦૨૨ નારોજ ફરીયાદીની ચાઇનીઝની લારી ઉપર આવી તારે હજુ રૂ. ૧,૫૦,૦૦૦/- આપવાના છે જો નહી આપે તો ઘર પોતાના નામે લખાવી દેવાની ચાઇનીઝની લારી અને સામાન પોતાનો છે હવે જો અહિ જો ધંધો કરવો હોય તો લારી અને સામાનનુ ભાડુ પણ આપવુ પડશે નહીતર પોતાની પાસે ચેકો તેમજ સ્ટેમ્પ લખાણ હોય રૂપિયા નહી આપે તો જાનથી હાથ ધોઈ નાખવા પડશે તેવી ગુન્હાઇત ધમકી આપી ડરાવી ધમકાવતા ગલ્લાના વેપારના પડેલા રૂ.૧૦૦૦/- જે બળજબરીથી આપી દેવા માટે મજુબર કરી આમ કુલ્લે રૂ.૪,૮૫,૫૦૦/- ની વસુલાત કરતા ફરિયાદીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ ના પગલે પોલીસે સમગ્ર મામલાની હકીકત જાણી પોતાની યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
જોકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક ના વ્યાજખોરિના દૂષણ સામેના લોકજાગૃતિ બાદ લોકો પોલીસ મદદ માટે સામે આવી રહ્યા છે તેમ ચોક્કસ કહી શકાય