MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો દ્રારા પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે

WAKANER:વાંકાનેર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો દ્રારા પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે

આગામી તારીખ ૨૩.૬.૨૦૨૪ ના રોજ ગુજરાતભરમાં પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો દ્રારા આયોજન કરવામાં આવેલ છે.


જે અંતર્ગત વાંકાનેર તાલુકામાં જીરો (૦) થી ૫ વર્ષ સુઘીના ૨૮૫૪૦ બાળકોને પોલીયો રસીના બે ટીંપા પવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૮૦ ટીંમ અને ૫૬૦ આરોગ્ય કર્મચારીઓ / આશાની નીમણુંક કરવામાં આવેલ છે. દરેક ગામમાં બુથ રાખવામાં આવેલ છે. લોકોની વઘુ અવરજવરવાળા ૧૬ સ્થળોએ ટ્રાન્ઝીટીંમ રાખવામાં આવેલ છે. છે.ઢુવા/તીથવા/પાડઘરા /મેસરીયા પી.એચ.સી.ના વીસ્તારમાં આવતા કારખાના/ વાડી/ ખાણ વગેરે સ્થળોએ મોબાઇલ ટીંમ મારફત ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીના ટીંપા પીવડાવવામાં આવશે.
તાલુકા હેલ્થ ઓફીસર ડો. મો.આરીફ શેરસીયાએ જાહેર જનતાજોગ અપીલ કરતા જણાવ્યુ છે કે ૦ થી પ વર્ષના બાળકોને ૨૩.૬૨૦૨૪ ના રોજ અચુક પોલીયો બુથ પર લઇ જઇ પોલીયો રસીના બે ટીંપા પીવડાવી લેવા અનુરોઘ કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button