INTERNATIONAL

યુરોપીય દેશોમાં પીરિયડ્સ લીવની માગ ઉઠી રહી છે

દરેક દેશમાં લોકો મહિલાઓના અધિકારો માટે લડે છે. જ્યાં તેમની માતૃત્વ રજાની વકીલાત કરવામાં આવે છે. લોકો અન્ય અધિકારો માટે પણ અવાજ ઉઠાવતા રહે છે. હવે તાજેતરનો મામલો પીરિયડ્સ લીવનો ચાલી રહ્યો છે. યુરોપીય દેશોમાં પીરિયડ્સ લીવની માગ ઉઠી રહી છે. મહિલાઓના સ્વાસ્થ્યને લઈને યુરોપીય દેશ સ્પેને મોટી પહેલ કરી છે. સ્પેન મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા આપનાર પહેલો દેશ બની ગયો છે. દેશના લોકોએ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યુ છે. યુરોપના અન્ય દેશમાં પણ મહિલા અધિકારો માટે કામ કરનાર લોકો પીરિયડ્સ લીવની માગણી કરી રહ્યા છે.

ઈટાલી પણ યુરોપીય દેશ છે. જ્યોર્જિયા મેલોનીનું બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ ત્યાં પણ પીરિયડ્સ લીવની માગ ઉઠી છે. ઈટાલિયન ગ્રીન લેફ્ટ ગઠબંધને નવુ બિલ રજૂ કર્યુ છે જેમાં પીરિયડ્સ દરમિયાન થનારા દુખાવાના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને લીવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આની પર નિર્ણય સંસદે લેવાનો છે. સંસદ જો આને મંજૂરી આપશે તો આ કાયદો બની જશે.

ઈટાલીમાં મહિલા અધિકારોની લડત લડી રહેલા લોકોનું કહેવુ છે કે મહિલાઓ માટે અમુક કાયદા સારા છે, લગભગ 80 ટકા વેતન પર 5 મહિનાના ભથ્થાવાળી માતૃત્વની રજા પરંતુ ત્યાં સૌથી ઓછી મહિલાઓ કામ કરી રહી છે. તે 51.6 ટકા છે.

વિશ્વના કેટલાક દેશોમાં પીરિયડ્સ લીવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્પેનમાં બે દિવસની પીરિયડ્સની લીવ આપવામાં આવે છે. ચીન કોરિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, તાઈવાનમાં બે દિવસની રજા આપવાની કાયદો બનાવવામાં આવ્યો છે. જાપાનમાં આ કાયદો વર્ષ 1947માં બનાવવામાં આવી હતી. અન્ય કેટલાક દેશોમાં પણ પીરિયડ્સની લીવને લઈને સતત માગ ઉઠી રહી છે.

[wptube id="1252022"]
Back to top button