MORBIWANKANER

ઉલ્ટી ગંગા પ્રેમીને પ્રેમિકાએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો

રાજકોટમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલા વિવાદની ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં લગ્નની લાલચે મળવા આવેલા પ્રેમીને તેની પ્રેમિકાએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. દાઝેલા પ્રેમીને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે તેની પ્રેમિકા ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમિકા ઘરમાંથી દાગીના અને રોકડા રૂપિયા લઈ ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં પ્રેમી તેની પ્રેમિકાને લગ્નની લાલચે મળવા ગયો હતો. બંને જણા વાંકાનેર બાઉન્ડરી પાસે શાંત જગ્યાએ એકલા બેઠા હતાં. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. ત્યારે પ્રેમિકાએ તેની પાસે એક બોટલ હતી. આ બોટલમાં પેટ્રોલ હતું. જે તેણે તેના પ્રેમી પર છાંટ્યું હતું અને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પ્રેમિકા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. પ્રેમીના જણાવ્યા પ્રમાણે તેની પ્રેમિકા તેના ઘરેથી દાગીના અને રોકડા રૂપિયા લઈને જતી રહી હતી. ત્યાર બાદ તેણે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેણે ગઈ કાલે અચાનક પ્રેમીને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.

પોલીસે મહિલાને પકડવા ટીમ બનાવી
પ્રેમીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. તેની પત્નીનું છ મહિના પહેલાં અવસાન થતાં પોતે એકલો રહે છે. તેની પ્રેમિકા દાહોદની છે. તે તેની સાથે કડિયાકામ કરતી હતી. ત્યાર બાદ બંને વારંવાર એકબીજાને મળતાં હતાં. પ્રેમિકાએ પ્રેમીને કહ્યું હતું કે, તું આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈને આવજે આપણે સાથે રહીશું. ત્યાર મળવા જતાં આ ઘટના બની હતી. આ અંગે વાંકાનેર પોલીસે ગુનો નોંધીને પ્રેમિકાને પકડવા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.

 

[wptube id="1252022"]
Back to top button