
ટંકારા : કોઠારીયા –હડમતીયા રોડ ઉપરથી પોલીસે બાઈક ઉપર 15 લીટર દેશી દારૂ લઈને વેચાણ કરવા નીકળેલા જીવરાજભાઇ ગોવિંદભાઇ સારલા, રહે. કોઠારીયા તા.વાંકાનેર અને શીવાભાઇ વાલજીભાઇ ખાખરીયા, રહે. હડમતીયા તા.ટંકારા વાળાને રૂપિયા 300ના દેશી દારૂ અને 20 હજારના બાઈક સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]