ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે ટંકારા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું

ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે ટંકારા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા પોલીસ દ્વારા આજ રોજ ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે ટંકારા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પી એસ આઈ. એચ આર હેરભા ની અધ્યક્ષતામાં પેસેન્જર વાહન પાછળ બેનરો લગાવી જનજન સુધી આ વાત પહોંચતી કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો
ટંકારાની એમ પી દોશી વિર્ધાલય અને મહર્ષિ દયાનંદ વિર્ધાલય ના વિદ્યાર્થીઓને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ આર હેરભા અને તેમની ટીમ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનાથી થતા નુકશાન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી
આ ઉપરાંત પી એસ આઈ એ આ અંગે લોક જાગૃતિ માટે પેસેન્જર વાહન પાછળ બેનરો લગાવી તસ્વીર થકી ગંભીરતા સમજી ખાલી કાયદાના ડર થી નહી પરંતુ માનવતાની રીતે સમજે એવો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.