MORBIMORBI CITY / TALUKO

યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડ ની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : મોરબીના ના‌ વતની એવા સવજીભાઈ શેરસીયા મોરબી સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને ‘ઓ નેગેટિવ’ બ્લડ ની‌ જરૂરિયાત ઉભી થતા‌ ડો જલ્પેશભાઈ દ્વારા ‘યુવા‌ આર્મી ગ્રુપ’ નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય હુસેનભાઈ ભરમલ તથા પારસભાઈ હનસોરા દ્વારા રાત્રીના ૧૨ વાગ્યે તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી ‘ઓ નેગેટિવ’ બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી

આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા હુસેનભાઈ, પારસભાઈ, તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ ‘એ, બી, ઓ, એબી’ ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ બો ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ ‘ઓ’ નેગેટિવ હજારો મા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડ ની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટ મા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.
યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.

[wptube id="1252022"]
Back to top button