ટંકારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય દફતર ની ચકાસણી કરવામાં આવી

ટંકારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સામાન્ય દફતર ચકાસણી કરાઈ
તારીખ ૧૧/૦૧/૨૦૨૩ને બુધવાર ના રોજ ટંકારા ગ્રામ પંચાયત ની ગત વર્ષ 2021/2022 અને ચાલુ વર્ષ 2022/2023 ની ટંકારા તાલુકા વિકાસ અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજા સાહેબ, આસી. ટી. ડી. ઓ. જી. પી. ભીમાણી સાહેબ, વિસ્તરણ અધિકારી મોરવાડિયા સાહેબ દ્વારા સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય રોજમેળ 2021/22 અને 2022/23, 15મુ નાણાં પંચ રોજમેળ, મહેસુલ વસુલાત, પંચાયત કરવેરા વસુલાત, વ્યવસાય વસુલાત, દબાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર, મિલકત રજીસ્ટર, પહોંચ બુકો, જન્મ/મરણ રજીસ્ટર, વાઉચર ફાઈલો, પાણી સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, તેમજ વી સી ઈ ની કામગીરી જેવી અનેક વિગતો ની બારીકાઇ થી વિગતવાર તપાસણી કરવામાં આવી હતી. છેલ્લા નવ મહિનાથી ટંકારા 1/2 માં ફરજ બજાવી રહેલા એક્માત્ર તલાટી કમ મંત્રી શ્રી રમેશભાઈ મકવાણાએ કરેલ કામની વિગત આપી હતી. આ તકે સામાજીક કાર્યકર અને ઈનચાર્જ સરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ ચાવડા હાજર રહ્યા હતાં.