
ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા ટેક ફેસ્ટ 22નું આયોજન કરવામાં આવ્યું
જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા ટેક ફેસ્ટ 22નું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ યોજાયેલ આ વિજ્ઞાન મેળામાં જુદી-જુદી શાળાઓમાથી ૩પ પ્રોજેકટ રજૂ થયા હતા. જેમાં હળવદની મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીનીઓ શૈલી રૂપાલા અને મનસ્વી સંધાણીએ ઇમરજન્સી આયુર્વેદ પ્રોજેકટ રજૂ કર્યો હતો તેમજ ટંકારાની સરદાર પટેલ વિદ્યાલયની વિધાર્થિનીઓ નિમાવત દ્રષ્ટિ અને ભક્તિએ એન્ટી સ્લીપ અલાર્મ પ્રોજેકટ રજૂ કર્યા હતા. આ બંને પ્રોજેકટે પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. જ્યારે પ્રાથમિક વિભાગમાં દ્વિતીય ક્રમે વીરપર પ્રાથમિક શાળા રહી હતી જેમના વિદ્યાર્થીઓએ ચાવડા મિલન, ચાવડા કેવીન અને ચાવડા રવિએ પ્રદૂષણમુક્ત ઉર્જાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો.
માધ્યમિક વિભાગમાં મોરબીની યુનિક સ્કૂલના વિધાર્થીઓ શોર્ય ગોસ્વામી અને અભય રાઠોડ એ નારી સ્વ-રક્ષા પ્રોજેકટ રજૂ કર્યો જેમાં તેમણે પ્રથમ નંબર મેળવેલ છે તેમજ દ્વિતીય ક્રમે માધ્યમિક વિભાગમાં વાંકાનેરની તીથવા હાઇસ્કૂલના વિધાર્થીઓએ માણસૂરિયા વિશાલ અને શેરસિયા મોહમદઅંશએ ઝુલતા પુલમાં કેટલા લોકો વિઝિટ કરે તેની ગણતરી દર્શાવતું મોડલ રજૂ કર્યું હતું. વિજેતાઓને ટેફેસ્ટ’૨ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દરેક સ્પર્ધક વિધાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ તકે જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ટી. ડી. પટેલે દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તથા આ વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે પ્રોફેસર જીગ્નેશ ભીમાણી, ભરત ગોપાણી, પ્રોફેસર જાકાસણીયા (રામજી દાદા) નો આભાર વ્યકત કર્યો.