GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા વિદેશ દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ટંકારા વિદેશ દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

વાડી માલિક તથા અન્ય એક શખ્સની શોધખોળ ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી વેચાણ કરવાને ઇરાદે કપાસના વાવેતરની આડમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ખેતરમાં કામ કરતા ખેતશ્રમિકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂ-બિયરનો જથ્થો વાડીના માલિક તથા અન્ય એક શખ્સ દ્વારા વાડીએ વેચાણ કરવાના ઇરાદે રાખ્યાની કબૂલાત આપતા પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો કબ્જે લઇ ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આરોપી વાડી માલિક તથા અન્ય એક શખ્સને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળેલ કે ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં આવેલ આરોપી રાજુભાઈ હીરાભાઈ જારીયા અને કાનાભાઇ રામભાઇ જારીયા પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મળેલ બાતમીને આધારે ટંકારા પોલીસ ટીમ દ્વારા વાડીમાં દરોડો પાડતા કપાસના વાવેતરની આડમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની મેકડોવેલ્સ બ્રાન્ડની બોટલ નંગ ૬૦ તથા કિંગફિશર બિયરના ટીન નંગ ૪૮ ના મુદામાલ સાથે વાડીએ કામ કરતા ખેતશ્રમિક મદનભાઈ મેથુભાઈ માવી ઉવ.૩૦ રહેહાલ ગજડી ગામની સીમ કાનાભાઈ રામાભાઈ જારીયાની વાડી મુળરહે બડીફાટા ડુંગરીફળીયુ(એમ.પી) મળી આવતા તેની અટક કરવામાં આવી હતી.ઉપરોક્ત પોલીસના દરોડામાં પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં રાજુભાઈ હીરાભાઈ જારીયા તથા કાનાભાઇ રામભાઈ જારીયા રહે. બંને ગામ ગજડી વિદેશી દારૂનો જથ્થો વાડીમાં રાખી ગયેલાની કબૂલાત આપતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button