ટંકારા : બાપા સીતારામ શાંતિ આશ્રમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા ગામે બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે આગામી 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા ના બાપા સીતારામ સેવા સમિતિ તથા સમસ્ત ટંકારા ગામ દ્વારા બાપા સીતારામ આશ્રમ મુકામે વિશ્રામગૃહના લાભાર્થે બાળ વિદુષી રતનેશ્વરીબેન(રામધન આશ્રમ-મોરબી ) તારીખ 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી યોજાશે. કથાનું રસપાન સવારે 9:00 થી 11:00 તેમજ બપોરે 3:00 થી 5:00 કરાવાશે.શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
જેમાં તારીખ 18 જાન્યુઆરીએ સવારે 8:30 કલાકે લક્ષ્મીનારાયણ મંદિરથી પોથીયાત્રા નીકળશે.
આ કથા દરમિયાન પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના વિવિધ અવતારો, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા અનેક વિવિધ પ્રસંગો ઉજવાશે. દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયેલ છે.