મોરબી:પતંગ મહોત્સવ દરમિયાન તિરંગા વાળી પતંગ, હિંદુ દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો પ્રતિબંધ મુકવા કલેકટરને આવેદનપત્ર

મોરબી:પતંગ મહોત્સવ દરમિયાન તિરંગા વાળી પતંગ, હિંદુ દેવી-દેવતાઓનાં ફોટા વાળી પતંગો પ્રતિબંધ મુકવા કલેકટરને આવેદનપત્ર
ક્રાંતિકારી સેનાએ મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ઉતરાયણ પર્વે પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે અને પતંગો કટ થવાથી પતંગો ગમે ત્યાં પડેલી હોય છે જે પતંગોમાં ભારત દેશના તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળે છે જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે અને ગત વર્ષે ક્રાંતિકારી સેનાએ વિરોધ કર્યો હતો જેથી સમજદાર અધિકારીઓ અને દુકાનદારોએ સહયોગ પૂરો પાડ્યો હતો પરંતુ આવી પતંગોનું નિર્માણ ના થાય તે જરૂરી છે
ગત વર્ષે સંસ્થાએ રાષ્ટ્રધ્વજ અને હિંદુ દેવી દેવતાઓના અપમાન ના થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે તે જરૂરી છે જેથી રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ અને હિંદુ દેવી દેવતાઓના ફોટોવાળી પતંગ પર પ્રતિબંધ મુકવા અને મોરબી જીલ્લામાં જાહેરનામું બહાર પાડવા માંગ કરી છે