MORBIMORBI CITY / TALUKO

મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટે શિબિરનું આયોજન

આગામી તારીખ ૨૨.૧.૨૦૨૩ રવિવારના રોજ રમણ મહર્ષિ આશ્રમ ગૌશાળા, લક્ષ્મીનગર (મોરબી) ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસિય શિબિરનું આયોજન કરેલ છે.
મધૂરમ ફાઉન્ડેશન આયોજિત આ નિશુલ્ક શિબિરમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી, ગોપાલન, ઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન અપાશે. ૧૫૦ ગીર ગાયોની સફળ ગૌશાળાની મુલાકાત તથા વર્મીકંમ્પોસ્ટ માટે ડેમોસ્ટ્રેશન રાખેલ છે. તથા સજીવ ખેતી કરતાં સફળ ખેડૂતો પોતાના અનુભવ જણાવશે. દૂધ ગોળના સફળ પ્રયોગના પ્રચારક, ગૌપ્રેમી ભરતભાઇ પરસાણા, કિસાન ગૌશાળા, રાજકોટના ચંદ્રેશભાઇ ખેડૂતોને ખાસ માર્ગદર્શન આપશે. સાથે સાથે કિસાન સંઘ પ્રમુખ – મોરબી, આત્મા પ્રોજેક્ટ અધિકારી- મોરબી, હરડે પ્રચાર કેન્દ્ર – મોરબી પણ આ શિબિરમાં ખેડૂતોને જુદા જુદા વિષય પર માર્ગદર્શન પુરુ પાડશે. શિબિરનો સમય સવારે ૯.૦૦ થી ૧.૩૦ સુધી રહેશે.


બપોરે ભોજન વ્યવસ્થા કરવાની હોવાથી શિબિરમાં જોડાવા ઇચ્છુક ખેડૂતો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રસ ધરાવતા ખેડૂતો નીચે આપેલ વ્યક્તિઓને નામ નોંધાવી શકશે.૧. પ્રાણજીવન કાલરિયા. મો. 9426232400 ૨. જીતુભાઇ ઠક્કર. મો. 9228583743 ૩. ડૉ. મધુસુદન પાઠક મો. 9998266163

[wptube id="1252022"]
Back to top button