MORBIMORBI CITY / TALUKO

નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઇન્ડિયા તથા નગરપાલિકા મોરબી દ્વારા મધ્યમવર્ગીય વેપારી માટે લોન કેમ્પનું આયોજન કરાયું

નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઇન્ડિયા તથા નગરપાલિકા મોરબી દ્વારા મધ્યમવર્ગીય વેપારી માટે લોન કેમ્પનું આયોજન કરાયું

 

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 

મોરબી ના મુખ્યમંત્રી આવાસ ક્વાટર વિસ્તાર ખાતે નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર ઓફ ઇન્ડિયા (NASVI) તથા મોરબી નગરપાલિકા ના એન યુ એલ એમ વિભાગ દ્વારા સ્થાનિક ફેરી ના વ્યવસાય કરતા લોકો(શેરી ફેરિયાઓ) માટે લોન કેમ્પ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું..આ લોન કેમ્પ માં એન યુ એલ એમ વિભાગ ના મેનેજરો શ્રી ચિરાગભાઈ વાઢેર, શ્રી હરેશભાઈ ખડોદ્રા, સહિત NASVI ના મોરબી ખાતેના ઓર્ગેનાઈઝર શ્રીપરેશભાઈ ત્રિવેદી , શ્રીમતીઅસ્મિતાબેન ગોસ્વામી તથા સ્થાનિક સામાજિક આગેવાનો શ્રીમતી આરતીબેન રત્નાણી, શ્રી રાજુભાઇ, શ્રીમતી ફરઝાનાબેન વગેરે એ ખાસ ઉપસ્થિત રહીને લાભાર્થીઓ ને પીએમ-સ્વ નિધિ યોજના સહિત સ્વ-નિધિ સે સમૃદ્ધિ નો લાભ લેવા હાર્દિક અનુરોધ કર્યો હતો.. તથા સંબધિત વિભાગો ના ઉપસ્થિત પ્રતિનિધિઓ નો આભાર વ્યક્ત કર્યો હતો, કેમ્પ માં આશરે ૧૦ જેટલા સ્થાનિક લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યો હતો .

[wptube id="1252022"]
Back to top button