
MORBI:મોરબી વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી શેરી નં ૬ મેલડી માતાજીના મંદિર પાસેથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતો અઝફલ અકબરભાઇ સમા ઉવ-૨૭ રહે.મોરબી સો-ઓરડી શેરી નંબર-૬ મેલડીમાતાજીના મંદિર પાસેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. ૨,૯૦૦/- તથા મોબાઇલ કિ. ૫,૦૦૦/- સહીત કુલ રૂ.૭,૯૦૦/-નો મુદામાલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








