
ટંકારાના ઘુનડા (સ) ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર બાજીગરો ઝડપાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે આરોપી મનીષભાઈ બગથીરયા ખોજાના રહેણાંક મકાનની આગળના ભાગે ખુલ્લી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૫ રહે.,ધુનડા (સ) તા.ટંકારા જી.મોરબી, મુકેશભાઇ ગણેશભાઇ પાટડીયા ઉ.વ.-૩૦ રહે.-ઘુનડા(સ)ગામ તા. ટંકારા જી.મોરબી, પ્રિતેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨ રહે.-ઘુનડા(સ) તા.ટંકારા જી.મોરબી, ઉમેશભાઇ ભીખાભાઇ બાબરીયા ઉ.વ.૨૯ રહે. ટોળ તા.ટંકારા જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૯૦૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રામજીભાઇ આહિર રહે. રવાપર ગામની સીમ ભરડીયા પાસે તા.જી. મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૪-૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





