ત્રિ મંદિર ખાતે મોરબી જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું.

ત્રિ મંદિર ખાતે મોરબી જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ સમિતી મોરબી અને બી.આર.સી. મોરબી આયોજિત જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન તારીખ: 04/01/2023 થી ત્રિમંદિર નવલખી રોડ ખાતે ખુલ્લું મુકાયું. અને પ્રદર્શન ખુલ્લું મુકવામાં પણ રસાયણો ના ઉપયોગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પ્રદર્શન નો મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડાં’ છે.
જેમાં ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ.સંજયભાઈ મહેતા સાહેબ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા સાહેબ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રવિણભાઈ અંબારિયા સાહેબ તથા ડેપ્યુટી DPC પ્રવિણભાઈ ભોરણિયાની હાજરીમાં બાળ વૈજ્ઞાનિકોના હસ્તે વૈજ્ઞાનિક રીતે શુભારંભ થયો. મોરબી બી.આર.સી. કૉ. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને ડાયેટ રાજકોટના વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી.
આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએથી ઉત્તમ પાંચ પાંચ કૃતિઓ મળી કુલ 25 શાળાઓના 50 બાળકોની સાથે 25 માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. સાથે જીતેન્દ્રભાઈ પાંચોટિયા અને રામજીભાઈ જાકાસણિયાના અનુક્રમે ‘શબ્દચિત્ર’ અને ‘વિજ્ઞાન પ્રયોગો’ના પ્રદર્શનો ગોઠવાયા હતા.
આ પ્રદર્શન લોકાર્પણ કાર્યક્રમમાં TPEO હળવદ દીપાબેન બોડા, TPEO વાંકાનેર મંગુભાઈ પટેલ, TPEO માળિયા ડૉ. શર્મિલાબેન હુંમલ, BRCco ટંકારા કલ્પેશભાઈ ફેફર, BRCco હળવદ મિલનભાઈ પટેલ, BRCco વાંકાનેર મયુરસિંહ પરમાર, BRCco માળિયા મહેન્દ્રસિંહ રાઠોડે તથા મોરબીના તમામ CRCco શ્રીઓએ હાજરી આપી હતી. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરી બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સી.આર.સી. કૉઓર્ડિનેટર ટીમ્સે જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન તારીખ 06/01/2023ના બપોરે 2 વાગ્યે સમાપન સમારોહ સુધી વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ગણિત રસિકો તથા સૌ લોકો માટે ખૂલ્લુ રહેશે. જેમાં CRCco ઉમેશભાઈ પટેલ દ્વારા વિજ્ઞાન ક્વિઝ પણ રમાડવામાં આવશે. આ પ્રદર્શન જોવા BRCco મોરબી ચિરાગભાઈએ વધુમાં વધું બાળકો લાભ લે એવી અપીલ કરી છે. દાદા ભગવાન પ્રેરિત જ્ઞાનની પવિત્ર ભુમીમાં, સુંદર પરિસરમાં વિજ્ઞાનનો સમ્યક સમન્વય થશે. અંતિમ દિવસે પદાધીકારીઓની હાજરીમાં સમાપન અને સન્માન સમારોહ યોજાશે.શિક્ષણ વિભાગના અધિકારીઓએ સરસ અને સફળ આયોજન બદલ તમામ બાળકો, શિક્ષકો ,આચાર્યો,અને કૉ ઓર્ડિનેટર્સને અભિનંદન આપ્યા હતા. કલ્યાણગ્રામ પ્રા.શાળાના મ.શિક્ષિકા પ્રિયંકાબેન રાવલે ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.