GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: બેંક એ સીલ કરેલ મિલકત બાકીદારે બેંક ની સંમતિ વગર ગેરકાયદેસર પ્રવેશ કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૭.૮.૨૦૨૩

હાલોલ ની શ્રી જનતા સહકારી બેંક લિમિટેડ દ્વારા બાકી દાર ની મિલકત કોર્ટના હુકમ મુજબ સીલ કરી હતી અને અને હરાજી કરવામાં આવે તે પહેલાં આ બાકી દ્વારા સીલ કરેલ મિલકત માં ગેરકાયદેસર પ્રવેશ કરી બેન્કનું સીલ તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી ગેરકાયદેસર કબજો મેળવી લેવાનો થોડાક જ દિવસોમાં બીજો બનાવ બનવા પામ્યો હતો.હાલોલ ગોધરા રોડ પર વિજીયા નગર સોસાયટીમાં રહેતા રીતેષકુમાર મણીલાલ પટેલે વર્ષ 2018માં શ્રી જનતા સહકારી બેંક લિમિટેડમાંથી અલગ અલગ પ્રકાર ની લોન લીધી હતી તેમજ અન્ય લોકોને લોન અપાવેલ હતી જેમાં જામીન તરીકે રહ્યો હતો. રીતેષકુમારે લીધેલ લોનની પૂરેપૂરી રકમની ભરપાઈ ન કરતા શ્રી જનતા સહકારી બેંક દ્વારા નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ ગોધરા ખાતે ગુજરાત સોસાયટી એક્ટ મુજબ દાવો દાખલ કર્યો હતો.જેમાં નામદાર બોર્ડ દ્વારા જનતા બેન્કના તરફેણમાં ચુકાદો આપી હુકમ કરવામાં આવ્યો હતો. કે પ્રતિવાદીની તમામ જંગમ સ્થાવર મિલકત જપ્ત કરી દાવાની રકમ વસુલાત મેળવવા ઠરાવ કરી આપવામાં આવ્યો હતો. જેને લઇ બેંક દ્વારા પ્રતિવાદી રીતેષકુમારની આ તમામ મિલકત જપ્ત કરી ટાંચમાં લેવામાં આવી હતી અને વહીવટી તંત્ર અને પોલીસની હાજરીમાં સીલ કરેલ હતી જેમાં નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા પ્રતિવાદી બેંક દ્વારા સીલ કરેલ મિલકત વેચી કે વેચાવી શકશે નહી અને ટ્રાન્સફર કરી શકશે કે કરાવી શકશે નહી જ્યાં સુધી દાવાની રકમ ભરપાઈ ન થઈ જાય ત્યાં સુધી તેવો મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં બેંક દ્વારા પ્રતિવાદીની નગરપાલિકાની હદમાં આવતી મિલકત નંબર 13/17289ને જપ્ત કરી ટાંચમાં લઇ સીલ કરવામાં આવી હતી તે મિલકતની હરાજી કરવા માટેની જાહેરાત અખબારના માધ્યમથી આપી હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બેંક દ્વારા પ્રતિવાદી રીતેષકુમાર મણીલાલ પટેલનાઓની મિલકત હરાજી થાય તે પહેલા સીલ કરેલ મિલકતનું સીલ અને તાળું તોડી ગેરકાયદેસર મિલકતમાં પ્રવેશ કરી કબજો જમાવ્યો હતો.જેમાં પ્રતિવાદી રીતેષકુમાર મણીલાલ પટેલે નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ ગોધરાના હુકમનો અનાદાર કરી ગેરકાયદેસર જનતા બેંક દ્વારા સીલ કરેલ મિલકતનો સીલ તોડી ગેરકાયદેસર મિલ્કતમાં પ્રવેશ કરી બેંકની હરાજી કરવામાં અડચણ ઊભી કરી કાયદાનો ભંગ કરી હરાજીમાં માટે મૂકેલી મિલકત પર કબજો કરતા બેંકના એકાઉન્ટન્ટ મંથનભાઈ દિલીપભાઈ પરીખે હાલોલ પોલીસ મથકે રીતેષકુમાર મણીલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button