
MORBI:મોરબીના શોભેશ્વર રોડ પર મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબીના શોભેશ્વર રોડ પરના રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે પાંચ જુગારીઓને ઝડપી લઈને ૬૦,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર રોડ પર રહેતા રાજુ કોળીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા રાજુ બાબુ ચૌહાણ, અબ્દુલ મામદ જુણાજ, સફીર તારમહમદ મોટલાણી, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર અને ઈસ્માઈલ કાદરખાન બ્લોચ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૦,૫૦૦ જપ્ત કરી છે
[wptube id="1252022"]