લ્યો કરો વાત સમગ્ર જિલ્લાની જિલ્લા કક્ષાની કચેરીઓ જ્યાં આવેલી છે એ જ ખંભાળિયામાં સમસ્યાઓ ની હાર માળા

લ્યો કરો વાત સમગ્ર જિલ્લાની જિલ્લા કક્ષાની કચેરીઓ જ્યાં આવેલી છે એ જ ખંભાળિયામાં સમસ્યાઓ ની હાર માળા
ભાજપ શાસ નગરપાલિકામાં નગર સેવકોની પ્રજાહિત સેવાથી મતદાર પ્રજા વંચિત રહે છે!!!
“”સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજાહિત કાર્યમાં પ્રજાત ચિંતક રહ્યા નથી કે શું ?””
ખંભાળિયામાં ઉલટી ગંગા જેવો ઘાટ મહેસુસ કરતી પ્રજા દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી કચરો તો ઠીક પણ ભ્રષ્ટાચારને પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન શરૂ કરી છે ત્યારે સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજાહિત કામગીરીમાં નિષ્ફળ નિવળીયા હોય તેમ ભાજપ શાસન નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં ગંદકી કચરા ઉભરાતી ગટરોથી લોકોના આરોગ્ય ને ગંભીર જોખમ રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓ મોટાભાગે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા કક્ષાની કામગીરી ફરજ ના ભાગે કરી રહ્યા હોય ત્યારે સ્થાનિક ખંભાળિયા શહેરની સમસ્યાથી વંચિત રહ્યા હોય એ વાત ગળે કેમ? ઉતરે ખરી!!! ખંભાળિયા નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર 1 થી 13 માં સતત સમસ્યાઓની હાર માળા એ પણ ભરોસાની ભાજપ સરકારના શાસનમાં પાલિકા નું શાસન સંભાળતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નગરસેવકો છતાં વિકાસ માત્ર કાગળ પર જ કે શું? આવો પ્રશ્ન ખંભાળિયા વોર્ડ નંબર ત્રણમાં ગંદા પાણીની વહેતી ગટરોના પાણી રોડ રસ્તા પર તલાવડા ની માફક ફરી વળતા સ્થાનિક લોકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિતમાં ગત તારીખ 3 1 2023 ના રોજ રજૂઆત કરી છે છતાં સ્થાનિક નગરપાલિકાના કે જિલ્લા કક્ષાના અધિકારીઓને જાણે ખંભાળિયા વિસ્તારમાં સ્વચ્છતા મા રસના હોય તેમ વોર્ડ નંબર ત્રણ ની ભૂગર્ભ ગટર અંતર્ગત તસવીરોમાં તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે જે ભરોસાની ભાજપ સરકારના ચૂંટાયેલા નગર સેવકો માટે ઘણી દુખદ જનક કહેવાય કારણ કે દેશના વડાપ્રધાન સમગ્ર દેશમાં લોકોના આરોગ્ય અંતર્ગત સ્વચ્છતા ભારત અભિયાન ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે ખંભાળિયામાં નગરપાલિકાના નગરસેવકો કે પછી સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજા ચિંતન પ્રજાલક્ષી કાર્યમાં આંખ આડા કાન કરતાં હોય તેમ લોકો મહેસૂસ કરી રહ્યા છે જે સમગ્ર સમસ્યા સ્વરૂપ તસવીરમાં ખંભાળિયા નગરપાલિકાની નિષ્ફળતા કહી રહી છે ત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં વિકાસલક્ષી કાર્ય અંતર્ગત આવતી લાખોકરોની કરોડોની ગ્રાન્ટો પ્રજાહિત કાર્યમાં વપરાશ કરવામાં આવે એ જરૂરી છે હાલ ગ્રાન્ટ નો મિસ યુસ થતો હોય ખંભાળિયા પંથકની સમસ્યાઓની હાર માળા કરી રહી છે પાણી વેરો લાઈટ વેરો સફાઈ વેરો ઉઘરાવતી નગરપાલિકાએ સ્થાનિક મતદારોને પ્રાથમિક સુવિધા આપી એ પણ ફરજનો એક ભાગ બને છે તે સ્થાનિક ચૂંટાયેલા નગરસેવકોએ ભૂલવું ના જોઈએ