
વાંકાનેર : આજે સવારે છ વાગ્યે વાંકાનેર શહેરની બાજુમાં દિગ્વિજયનગર પાસે એક દિપડો પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી ત્યારે આજે સાંજે નવ વાગ્યાની આસપાસ એક માઠા સમાચાર આવ્યા છે, નેશનલ હાઈવે ક્રોસ કરવા જતા વાહનને હડવેટ ચડી જતા એક દીપડાનું મોત થયું છે.મળેલી માહિતી મુજબ આજે રાત્રે 8:30 થી 9:00 વાગ્યે વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસે 27 નેશનલ હાઇવે પર આવેલી દરગાહ પાસે દીપડો હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક વાહનની હડબેઠે આવી જતા દીપડાનું ઘટના સ્થળે મોત થયું હતું.
દીપડાનું મોત થયાના સમાચાર મળતા ગામના સરપંચે વન વિભાગના અધિકારીને ટેલીફોન દ્વારા જાણ કરી હતી અને વન વિભાગના અધિકારી વાહન લઈને રાત્રે 10:00 વાગે સ્થળ ઉપરથી દીપડો લઈ ગયા હતા.
[wptube id="1252022"]