MORBIMORBI CITY / TALUKO

કુંતાશી પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

માળીયા મી : આજ રોજ તારીખ 3 જાન્યુઆરી ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે

કુંતાશી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 35 વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્ર દોરેલ હતા.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે રમાબેન ભટ્ટ તાલુકા સુપર વાઇઝર દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા સુપર વાઈઝર ભટ્ટ રમાબેન , પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં હેલ્થ સુપરવાઈઝર નરેશ પરમાર , એમ.પી.એચ.ડબ્લ્યુ કુંતાશી , એફ.એચ. ડબલ્યુ કુંતાશી તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button