ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : મેઘરજ ના વૈડી ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણીનો મોટા પ્રમાણમા વેડફાટ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજ ના વૈડી ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણીનો મોટા પ્રમાણમા વેડફાટ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ગામે નાની સિંચાઈ યોજના અંતર્ગત વૈડી ડેમ બનાવવામાં આવ્યો છે ત્યારે શિયાળા પાક માટે તંત્ર દ્વારા ખેડૂતોની માગણી ના આધારે સિંચાઈ માટે ડેમમાંથી સમયાંતરે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક તંત્ર તો ક્યાંક ખેડૂતોની ભૂલના કારણે સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થતો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો મેઘરજ તાલુકાના લાલપુર ગામની ખાંટ ફળીયામાં સામે આવ્યો છે જેમાં વૈડી ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણી કેનાલમાંથી આજુબાજુ ફલટાઈ જતા સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણી રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં ભરાઈ જતા આ વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જતા આ વિસ્તારના સ્થાનિક લોકાના રહેણાંક મકાનોને અને ખેતીને ભારે નુકશાન પોંહચવાની સ્થિતિ નિર્માણ પામીછે ત્યારે પાણીના વ્યય થી ખેડૂતોને અનેક આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવતા વ્યય થતુ પાણી સત્વરે બંધ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button