મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી ખુની હુમલાના કેશમાં આરોપીઓનો નીદોષ છૂટકારો

માળીયા(મીં) પોલીસને તા ૦૪ ૧૦/ર૦૧૮ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીના ભત્રીજા સાહેદ અને આરોપી સાથે મોટરસાઈકલ આડ નાખવા બાબતે ઝઘડો થતા આ કામના ફરીયાદી તથા સાહેદો તેઓને સમજાવવા જતા જે બાબતેનો ખાર રાખી આ કામના આરોપીઓએ એક સંપ કરી મારી નાખવાના ઈરાદે ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીના માથાના ભાગે ધારીયાનો એક ઘા મારી માથામાં ગંભીર ઈજા કરી તેમજ ધોકા પાઈપ વતી માર મારી ફેંકચર જેવી ગંભીર ઈજા કરી તથા મઢમાર મારી ફરીયાદી તથા સાહેદોના મોત નીપજાવવાની કોશીશ કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી હથીયાર બંધીના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કરેલ હોવાની ફરીયાદ કરતા આ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ (૧) હનીફભાઈ અલીમહમદભાઈ જેડા (૨) અઝહર અલીમહમહભાઈ જેડા (૩) સીકંદર જાનમહમદભાઈ જેડા (૪) શેરમામદ તાજમહમદભાઈ જેડાનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરહ્યં આઈ.પી.સી. કલમ ૩૦૭ વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જબાની લેવામાં આવેલી તમામ પરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.