HALVADMORBIMORBI CITY / TALUKO

સદભાવના પરિવાર- અમદાવાદ તરફથી જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડ

સદભાવના પરિવાર- અમદાવાદ તરફથી જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડ

તા.૧૦/૧/૨૩ ની સાંજે અમદાવાદ ખાતે સદવિચાર પરિવારના શ્રી પી.કે.લહેરી અને કેન્સર સર્જન ડો. પંકજ શાહ તરફથી જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને હરિભાઈ પંચાલ સેવારત્ન એવોર્ડનો એનાયત થયો હતો.

આ એવોર્ડ પૂજ્ય જ્યોતિબહેન થાનકીના વરદહસ્તે એનાયત થયો ત્યારે જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર, લોકકલાનાં સંવાહક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ તેમજ ગુજરાતી ફીલ્મ અને નાટકના અભિનેતા જીતેન્દ્ર ઠક્કર તથા મોટી સંખ્યામાં સેવા, સાહિત્ય અને કલાના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશ ત્રિવેદીને આ સન્માનનીય એવોર્ડ સાથે ૧,૨૫,૦૦૦/- સવા લાખ રુપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો પરંતુ સમાજસેવક જગદીશ ત્રિવેદીએ વિનમ્રતાથી એમાં ૭૫,૦૦૦/- પંચોતેર હજાર રુપિયા ઉમેરી સદભાવના પરિવારને કુલ ૨,૦૦,૦૦૦/- બે લાખ રુપિયા આરોગ્ય અને શિક્ષણલક્ષી સેવા કરવા માટે અર્પણ કર્યા હતા.

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button