MORBIMORBI CITY / TALUKO

મોરબી રોજગાર કચેરી દ્વારા કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન આયોજન કરાયું

મોરબી રોજગાર કચેરી દ્વારા કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન  આયોજન કરાયું

નિયામકશ્રી, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા ધી. વી.સી. ટેક્નીકલ હાઇસ્કૂલ ખાતે ગત શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે વ્યવાસાયિક, કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સેમીનારમાં રોજગાર કચેરીની સેવા, અનુંબધમ પોર્ટલ, ધોરણ ૧૦ અને ૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. વિવિધ ક્ષેત્રો માં ઉજ્વળ કારકિર્દી બનાવવા વિશે માહિતી રોજગાર વિનિમય કચેરીના કાઉન્સેલર ચતુર વરાણીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં રહેલી નોકરીની તકો વિશે માહિતી આપવામાં આવી હતી તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી મનિષા સાવલિયાની યાદીમાં જણાવાયું છે.

 

[wptube id="1252022"]
Back to top button