મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ફૂલસ્કેપનું વિતરણ

મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ફૂલસ્કેપનું વિતરણ
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પ દ્વારા જનસેવાના લોકસેવાના કાર્યો થતા રહે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમારની 102 મી જન્મ જ્યંતી નિમિત્તે મોરબી તાલુકાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તેમજ દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિદ્યાર્થીઓને બબે ફુલસ્કેપનું વિતરણ કરી સ્વ.ગોકળદાસ પરમારને શ્રધાંજલિ અર્પણ કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ.ગોકળદાસ પરમાર મુંબઈ રાજ્યની વિધાનસભાની 1957 ની ચુંટણીમાં 35 વર્ષની ઉંમરે મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં જન પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તેઓ 1962-1967 માં ગુજરાત વિધાનસભાની મોરબી માળીયા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોરબી-માળીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેઓ ઈ. સ.1942 ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા હતા.ઈસ.1947 માં તેઓએ ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો જેના કારણે જેલમાં જવું પડ્યું હતું. એમને એમના જીવન દરમિયાન કરેલ લોકસેવાના કર્યો બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા.આવા લોકસેવક,જનસેવક અને જન પ્રતિનિધિ સ્વ.ગોકળદાસ પરમારના સેવાકાર્યોને આગળ ધપાવવાના હેતુસર મોરબીની વાડી વિસ્તારની શાળાના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બબે ફુલસ્કેપ અર્પણ કરી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.