MORBIMORBI CITY / TALUKO

પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓએ esm.gujarat.gov.in સાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું

પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓએ esm.gujarat.gov.in સાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું

જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય/સવલતો મેળવવા રજિસ્ટ્રેશન જરૂરી

જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરી – રાજકોટની યાદીમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે esm.gujarat.gov.in ની સાઇટ પર જઇ New Register here પર ક્લીક કરીને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

વેબસાઈટ esm.gujarat.gov.in પર જઇ New Register here પર જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય/સવલતો મેળવવા પાત્ર થશો તેવું વધુ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button