એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “એલીટ દર્પણ-2022” ત્રિ-દિવસીય એન્યુઅલ ફંક્શન યોજાયો.

એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “એલીટ દર્પણ-2022” ત્રિ-દિવસીય એન્યુઅલ
ફંક્શન યોજાયો.
આજથી 21 વર્ષ પૂર્વે મોરબીના શિક્ષણ જગતમાં ‘એલીટ’ રૂપી બીજ રોપવામાં આવ્યું હતું. આ બીજનું ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના અતુટ વિશ્વાસ વડે એવું તો સિંચન થયું કે આજે આ બીજમાંથી પાંગરેલા જ્ઞાન ઉપવનની સુવાસ ચોમેર મહેકી રહી છે. Each and Every Soul Is Potentially Divine … અર્થાન
દરેક જીવનમાં કંઈકને કંઈક શક્તિ રહેલી જ છે. આ દિવ્યશક્તિ ચેતના અને અસ્મિતાને રજૂ કરતું “એલીટ દર્પણ-2022” માં ભારતીય સંસ્કૃતિ અને લોહીના સંસ્કાર ને રજૂ કરતો પાંચમો વાર્ષિક સમારોહ પૂર્ણ થયો.
જેમાં તા. 29-12-2022 ને ગુરુવારના રોજ ધોરણ-1 થી 10 (GSEB & CBSE) ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો હતો, જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ અને ટંકારા-પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સાહેબ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.
તા. 30-12-2022 ને શુક્રવારના રોજ ધોરણ- 11-12 & કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતીશ્રી ગિરિશભાઈ ભીમાણી સાહેબ, ગુરુગોવિંદરાય યુનિવર્સિટીના કુલપતીશ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, સ્ટેટ મોનિટરીંગ સેલના DySP કે.ટી. કામરીયા સાહેબ તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વાંસજાળીયા દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.
તા. 31-12-2022 ને શનિવારના રોજ 20 Home Pre-school ના ટોડલર, નર્સરી, KI & K2 ના નાના-નાના ભુલકાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી કલોલા સાહેબ, અંબારામભાઈ કવાડીયા, લલિતભાઈ કવાડીયા દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.
આ ત્રિ-દિવસીય ‘એલીટ દર્પણ-2022′ ને સર્વોતમ બનાવવા બદલ તમામ મેનેજમેન્ટ સ્ટાફ, ટીંચીંગ સ્ટાફ, તમામ વાલીશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓનો સંસ્થાના સ્થાપક એવા કલોલા સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.