GUJARATHALOLPANCHMAHAL
જાંબુઘોડા પ્રિમિયરલીગ ટુર્નામેન્ટનો પ્રાંરભ કરાયો ,32 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૫.૨૦૨૪
જાંબુઘોડા સ્મશાન ની બાજુમાં આવેલ રૂપારી સ્ટેડિયમ ખાતે સોમવારના રોજ જાંબુઘોડા પ્રિમિયરલીગ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં જાંબુઘોડા ના વિવિધ ગામોની 32 જેટલી ટીમો આ ટુર્નામેન્ટ માં ભાગ લેશે જ્યારે આ ટુર્નામેન્ટનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામા આવ્યો હતો જેમાં જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઈ પી.આર.ચુડાસમા,જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંગભાઈ બારીઆ,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારીઆ ઉપસ્થિતિ રહ્યા હતા.જ્યારે આ પ્રસંગે જાંબુઘોડા સહિત વિવિધ ગામોના ક્રિકેટ રસિકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









