JUNAGADHMALIYA HATINA

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધ્રાબાવડ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધ્રાબાવડ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર  સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તે ઉમદા હેતુ થી  વિકસિત ભારત સંકલ્પ યાત્રા જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના  તાલુકાના ધ્રાબાવડ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતુ.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સાફલ્ય ગાથા વર્ણવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા.ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
કાર્યક્રમ  દરમિયાન  વિવિધ  વિભાગના અધિકારીઓ દ્રારા  હરઘર જલ યોજના, આઈસીડીસએસ  દ્રારા કાર્યરત વિવિધ યોજનાઓ,આરોગ્ય ને  લગતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચશ્રી,ગામના તલાટી-કમ-મંત્રીશ્રી,અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button