GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ધુનડા નજીકથી વિદેશી દારૂની બોટલો સાથે  શ્રમિક ઝડપાયો

ટંકારાના ધુનડા(સ)ગામ નજીક આવેલ ઈડનહિલ્સ સોસા. પાસે રોડ ઉપરથી મૂળ મધ્યપ્રદેશના વતનીને વિદેશી દારૂની ૩૫ બોટલ સાથે ટંકારા પોલીસે ઝડપી પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમે ધુનડા(સ) ગામ નજીક આવેલ ઈડનહિલ સોસાયટી પાસે રોડ ઉપરથી પ્રકાશ સેનીયાભાઇ સંગાળા ઉવ.૨૪ રહે હાલ- ઘુનડા(સ) ગામની સીમમાં દામજીભાઇ પટેલની વાડીએ તા- ટંકારા રહેમુળ-વરજર ગામ તા.ભાભરા મધ્યપ્રદેશને પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની ગોઆ સ્પિરિટ વ્હિસ્કીની કુલ ૩૫ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહી. ગુન્હો દાખલ કરી આગળની તપાસ ચલાવી હતી.

[wptube id="1252022"]
Back to top button