MORBIMORBI CITY / TALUKO

પરશુરામ ધામ મોરબી ખાતે જિલ્લા ના ચારેય માનનીય ધારાસભ્યો નો અને મોરબી જિલ્લા ના પત્રકારએસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારંભ યોજાયો

પરશુરામ ધામ મોરબી ખાતે જિલ્લા ના ચારેય માનનીય ધારાસભ્યો નો અને મોરબી જિલ્લા ના પત્રકારએસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારંભ યોજાયો

 

પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લા ના ચારેય ધારાસભ્યો નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી,ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,તેમજ મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા સાહેબ,ધારાશાસ્ત્રી વિજયભાઈ જાની,મોમ્બાસા થી પધારેલા સુરેશભાઈભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા.

આ તકે મોરબી જિલ્લા ના નવનિયુક્ત પ્રેસ એસોસિયેશન હોદ્દેદારો,પ્રમુખ હીમાંશુભાઈ ભટ્ટ અને તેની ટીમ ના સભ્યો, ઋષિભાઈ મેહતા,હરનિશ જોશી,મહેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઈ સનારિયા સહિત ના પત્રકારો ને પરશુરામ ધામ ટ્રસ્ટ તરફથી સન્માનીત કરવાં આવ્યા..

આ ભવ્ય કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ પરશુરામ ધામ ટ્રસ્ટ ના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ડો.અનિલભાઈ મેહતા,હસુભાઈ પંડ્યા,ભરતભાઈ ઓઝા,નિરજભાઈ ભટ્ટ,ચિંતનભાઈ ભટ્ટ,દીપભાઈ પંડ્યા,ધ્યાનેશ રાવલ,મુકુંદરાય જોશી,હાર્દિકભાઈ વ્યાસ,હરેશભાઈ પંડયા,સુરેશભાઈ જોશી,ઉપરાંત મોરબી,માળીયા,વાંકાનેર તેમજ ટંકારા,હળવદ બ્રહ્મસમાજ ભૂદેવો ઉત્સાહ પૂર્વક રીતે આ સન્માન માં જોડાયા હતા.આ કાર્યક્રમ નુ સફળ સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું.ઉપરોક્ત કાર્યક્રમ માં 40 થી વધુ સંસ્થાકિય તેમજ વ્યક્તિગત લોકોએ સન્માન કરેલ.

[wptube id="1252022"]
Back to top button