કવાડિયા પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..

હળવદ :મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂર ના સહયોગથી કવાડિયા પ્રાથમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું.
આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપૂર, હળવદ દ્રારા ખાતે આવેલી કવાડિયા પ્રાથમિક શાળામાં વ્યસન અંગે જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુ નિષેધ નિબંધ સ્પર્ધામાં 330 માથી 38 જેટલા બાળકોએ લાભ લીધો હતો. જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો, વ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આકડાકીય માહિતી દર્શાવતા વિવિઘ નિબંધ લખ્યા હતા, જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, મેડિકલ ઓફિસર ડો. બ્રિજેશ વીડજા , તેમજ mphs નીશીત શાહ, કવાડિયા સબ સેંટર નો સ્ટાફ CHO, MPHW, FHW અને RBSK MO ડો.કિરણ માથકીયા હાજર રહ્યા હતા.અને સંપૂર્ણ કાર્યક્રમ મોરબી જિલ્લા આરોગ્ય શાખા અને હળવદ તાલુકા આરોગ્ય શાખા ના THO ડો.ભાવિન ભટ્ટી અંતર્ગત કરવામાં આવેલ.








