ટંકારા તાલુકાના એટ્રોસીટી તથા મારામારીના કેસમાં તમામ આરોપીઓનો નીર્દોષ છુટકારો

ટંકારા પોલીસને તા ૨૫ ૦૩/૨૦૧૬ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીના દીકરાને આ કામના આરોપીઓ સાથે દુકાને બેસવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર આ કામના ફરીયાદી તથા સાહેદો અનુસચીત જાતીના હોવાનું જાણવા છતા આ કામના આરોપીઓ ફરીયાદીના ઘરના ફળીયામાં પ્રવેશ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ગાળો આપી ઢીકા પાટનો માર મારી ફરીયાદીને તથા સાહેદને શરીરે મંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરી એક બીજાને મદદગારી કરવા બાબતની ફરીયાદ આધારે ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ (૧) મનીષ ઉર્ફે મુન્નાભાઈસદરજીભાઈ રંગપરીયા (૨) દીનેશ ઉર્ફે દાનો સુંદરજીભાઈ રંગપરીયા (૩) વીરજી ઉર્ફે વીરો કેશવજીભાઈ રંગપરીયાનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરઘ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩ વીગેરે તથા જી.પી એક્ટની કલમ ૧૩૫ તથા અનુ. જાતી જનજાતી(અત્યાચાર નીવારણ) સુધારણા અધી.૨૦૧૫ ની કલમ– ૩ વીગેરે મજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ,
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મજબની હકીકત જણાવેલ નથી, અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.