MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

માળિયાના મોટા દહીંસરા ગામે યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ

માળીયા મી: તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ છે. આ બનાવની જાણ થતા જ માળીયા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના.


મળતી માહિતી મુજબ મોટા નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ. ૪૮ની તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાનુ જાણવા મળતા માળીયા પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેમજ બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો

[wptube id="1252022"]
Back to top button