MORBIMORBI CITY / TALUKO

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે પ્રસિદ્ધ કરાયેલા માન્ય ધોરણો અને સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે પ્રસિદ્ધ કરાયેલા માન્ય ધોરણો અને સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ

સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન થાય તેની અત્યંત કાળજી રાખવા સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ નિર્દેશ

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે પ્રસિદ્ધ કરાયેલા માન્ય ધોરણો અને સિદ્ધાંતોને તમામ મીડિયા હાઉસ તેમજ પત્રકારશ્રીઓએ ખૂબ જ ગંભીરતા સાથે અનુસરવા અનુરોધ

સેકસ વર્કર અને તેના ગ્રાહકોની ઓળખ મીડિયામાં જાહેર ન થવા દેવા સંદર્ભે થયેલી પિટિશનમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેડની કામગીરીના અનુસંધાનમાં તેમની ઓળખ જાહેર ન થાય તે સંદર્ભે અત્યંત કાળજી રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રેસ અને મીડિયા કવરેજ માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી વિસ્તૃત માર્ગદર્શિકામાં પણ આ વિષયને આવરી લઈને સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “મીડિયાએ ધરપકડ, દરોડા અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન સેક્સ વર્કરોની ઓળખ જાહેર ન કરવાની અત્યંત કાળજી લેવી, પછી ભલે તે પીડિત હોય કે આરોપી હોય. એટલું જ નહિ, એવા કોઈ ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન કરવા કે જેનાથી આવી ઓળખ જાહેર થાય. આ ઉપરાંત નવી દાખલ કરાયેલી IPC કલમ ૩૫૪- સી, જે વોયુરિઝમ (voyeurism) ને ફોજદારી ગુનો બનાવે છે, તેનું મીડિયાએ સખતપણે પાલન કરવું, જેથી બચાવ કામગીરીને કેપ્ચર કરવાની આડમાં સેક્સ વર્કરોના તેમના ગ્રાહકો સાથેના ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન થાય.”

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે વિસ્તૃત માન્ય ધોરણો અને સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેને સૌ મીડિયા હાઉસ તેમજ પત્રકારશ્રીઓએ ખૂબ જ ગંભીરતા સાથે અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button