MORBIMORBI CITY / TALUKO

મોરબી: બેલા ગામ પાસે ગોડાઉનમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસકર્મી સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા અને વિક્રમભાઇ ફુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટમાં રહેતા ફીરોજ હાસમભાઇ મેણુ તથા તેનો ભાગીદાર ધવલ રસીકભાઇ સાવલીયા બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી મંગાવી તેનો સંગ્રહ કરી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે તેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા પાંચ લાખની મહીન્દ્રા કંપની બોલેરો પીકઅપ વાન નંબર-GJ-25-U-9826 મળી આવી હતી. તથા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા ૧૫,૧૯,૩૨૦ લાખની કિમતની વિદેશી દારૂની ૩૭૮૦ બોટલો મળી આવી હતી. જ્યારે આરોપીઑ સ્થળ પર હજાર ન હતા.

 

જેથી પોલીસે દારૂની બોટલ અને બોલેરો પીકઅપ વાન સહિત રૂપિયા ૨૦,૧૯,૩૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ફીરોજ, ધવલ અને બોલેરોના ડ્રાઈવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button